LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Sunday, June 28, 2020

શમ્મે ફરોઝા


શમ્મે ફરોઝા-૧
ડૉ. મહેબૂબ દેસાઈ
   
એક વખત એક ચીંથરેહાલ ગરીબ મહંમદ સાહેબ પાસે આવ્યો. અને બોલ્યો,
"યા રસુલ્લીલાહ, કેટલાય દિવસોથી ભૂખ્યો છું. કઈ ખાવાનું હોય તો આપો"
આપે આપના ઘરમાં પૂછ્યું, "કઈ ખાવાનું છે ?"
જવાબ મળ્યો, "પાણી સિવાય કશું જ નથી"
આપે સાથીઓને ફરમાવ્યું,
"કોઈ છે જે આ ગરીબને આજે પોતાનો મહેમાન બનાવે ?"
મહંમદ સાહેબના પ્રખર અનુયાયી હઝરત અબૂ તલહાએ ઉભા થઇ કહ્યું,
"યા રસુલ્લીલાહ, હું આજે તેને મારો મહેમાન બનાવું છું"
અને અબૂ તલહા એ ગરીબને લઇ પોતાના ઘરે પહોંચ્યા. મહેમાનને બેઠકમાં બેસાડી અંદર જઈ તેમણે પત્નીને પૂછ્યું, " કઈ ખાવાનું છે ?"
"માત્ર તમારા જેટલું જ ખાવાનું બાકી છે" પત્નીએ જવાબ આપ્યો.
થોડું વિચારી હઝરત અબૂ તલહાએ પત્નીને કહ્યું," ઘરના તમામ ચિરાગો બુઝવી નાખો"
પછી અંધારામાં પેલા ગરીબને બોલાવી તેને ખાવાનું પીરસ્યું. અને પોતે પણ તેની સાથે બેઠા. અંધારમાં પેલો ગરીબ ખાતો રહ્યો. અબૂ તલહા અંધારામાં એવી રીતે હાથ મો ચલાવતા રહ્યા જાણે પોતે પણ મહેમાન સાથે જમતા ન હોય ! ગરીબ મહેમાને પેટ ભરીને ભોજન કરાવી વિદાય કર્યો. મહેમાનની વિદાય પછી પત્નીએ પૂછ્યું, "તમે ગરીબ મહેમાનને ભરપેટ જમાડ્યો અને તમે અંધારામાં જમવાનો દેખાવ કેમ કરતા રહ્યા ?"
હઝરત અબૂ તલહાએ કહ્યું, "તમે તંગી ભલે ભોગાવો પણ ગરીબ મઝલુમોને શકાય તેટલું આપો"

********************
શમ્મે ફરોઝા-૨
ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ સાહેબ ન્યાય, ઇન્સાફના ખુબ આગ્રહી હતા. એક વખત મખઝૂમ કબીલાની એક  સ્ત્રીએ ચોરી કરી. ઇન્સાફ માટે ફરિયાદી મહંમદ સાહેબ પાસે આવ્યો. ઔસામા બિન ઝૈદી પ્રત્યે મહંમદ સાહેબને ખુબ માનતા. આથી ચોરી કરનાર સ્ત્રી ઔસામા બિન ઝૈદીને સાથે લઈને મહંમદ સાહેબ પાસે આવી. ઔસામા બિન ઝૈદને જોઈ મહંમદ સાહેબ બોલી ઉઠ્યા,
"ઔસામા, શું તમે ન્યાયની વચ્ચે પડવા આવ્યા છો ?"
"મહંમદ સાહેબનો પ્રશ્ન સાંભળી ઔસામાની નજર શરમથી ઢળી પડી. મહંમદ સાહેબે સાથીઓને સંબોધતા કહ્યું,
"તમારી પહેલાની પ્રજા પૃથ્વી પરથી ભૂંસાઈ ગઈ છે. કારણ કે તેમણે ગરીબો મઝલુમો પ્રત્યે ઇન્સાફ કર્યો ન હતો. ખુદાના કસમ, જો ફાતિમાએ (મહંમદ સાહેબના પ્રિય પુત્રી) ગુનો કર્યો હોય તો એને પણ સજા કરું"
***********************
શમ્મે ફરોઝા-૩
ડૉ. મહેબૂબ દેસાઈ

એક વખત હજરત મહંમદ પયગમ્બર (સ.ચ.વ)ને તેમના એક અનુયાયીએ પૂછ્યું, ‘મારા સારા ઉછેર અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?’
મહંમદસાહેબે કહ્યું, ‘તારી માતાને.
એ વ્યકિતએ પૂછ્યું,‘માતા પછી કોણ?’
તારી માતાફરી એ જ જવાબ મળ્યો.
એ પછી કોણ?’
મહંમદસાહેબે ફરમાવ્યું, ‘એ પછી તારા પિતા.
એક સહાબીએ મહંમદસાહેબને પૂછ્યું, ‘ઔલાદ પર મા બાપના શા હક્કો છે?’
આપે ફરમાવ્યું, ‘ઔલાદની જન્નત (સ્વર્ગ) અને દોઝક (નર્ક ) માબાપ છે.
અર્થાત્ મા બાપની સેવાથી જન્નત મળે છે અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી દોઝક મળે છે.
***************************

શમ્મે ફરોઝા-૪
ડૉ. મહેબૂબ દેસાઈ

એક વાર મહંમદસાહેબ મુઆવઝની દીકરીની શાદીમાં ગયા. તેમને જોઇને બાળાઓ હજરત મહંમદ (સ.ચ.વ)ની આસપાસ ગોઠવાઇ ગઇ અને શહીદોની પ્રશંસા કરતાં ગીતો ગાવા લાગી. એક બાળાએ એ ગીતમાં એક કડી ઉમેરી, ‘ફીના નબીય્યુન યાસઅલમુ માફીગદાઅર્થાત્ અમારી વરચે એક નબી છે, જે કાલની વાત જાણે છે.
મહંમદસાહેબ પોતાનાં વખાણ કે પ્રશંશા કયારેય સાંભળતા નહીં, એટલે તેમણે તરત ગીત ગાતી બાળાઓને રોકીને કહ્યું, ‘જે ગાતા હતા તે જ ગાઓ. આવી વાત ન કરો.


***************************
 



શમ્મે ફરોઝા-૫
ડૉ. મહેબૂબ દેસાઈ

મહંમદસાહેબને અવારનવાર સોનું-ચાંદી અને કમિંતી ચીજવસ્તુઓની ભેટો મળતી રહેતી, પણ પોતાની કુટીરમાં તે વસ્તુઓ એક રાત પણ તેઓ રાખતા નહીં. વસ્તુઓ જેવી આવે કે તરત તેને જરૂરતમંદોમાં તકસીમ (વહેંચી) કરી દેતા. એક રાત્રે તેમને બેચેની જેવું લાગવા માંડયું. કંઇ ચેન ન પડે. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું, ‘આપણી છત નીચે પૈસા કે કંઇ સોનું-ચાંદી નથી ને?’ આયશાને યાદ આવી જતાં બોલી ઉઠ્યા, ‘અબ્બા (અબુબક્ર) ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે. તે પડયા છે.
રસૂલેપાક (સ.ચ.વ)એ ફરમાવ્યું, ‘અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેંચાવી દે. તને ખબર નથી, પ્રેષિતોની છત નીચે ધન ન હોય.

*****************************

શમ્મે ફરોઝા-૬
ડૉ. મહેબૂબ દેસાઈ


લડાઇના દિવસો ચાલતા હતા. યુવાનો મોટા પ્રમાણમાં લડાઇમાં જૉડાઇ રહ્યા હતા. એ દિવસોમાં કોઇકે મહંમદસાહેબને કહ્યું, ‘હે પયગમ્બર, હું અલ્લાહને વાસ્તે લડાઇમાં જવા ઇરછું છું.
મહંમદસાહેબે તેને પૂછ્યું, ‘તારી મા જીવે છે?’
પેલા યુવાને કહ્યું, ‘હા.
મહંમદસાહેબે ફરી પૂછ્યું, ‘શું કોઇ બીજું તેનું પાલનપોષણ કરનાર છે?’
યુવાને જવાબ આપ્યો, ‘ના.
મહંમદસાહેબે કહ્યું, ‘તો જા, તારી માની સેવા કર, કારણ કે તેના ચરણોમાં જન્નત છે.


****************************

શમ્મે ફરોઝા-૭
ડૉ. મહેબૂબ દેસાઈ

મુસાફરીમાં એકવાર સાથીઓ સાથે હજરત મહંમદ પયગમ્બરસાહેબ પગપાળા જઇ રહ્યા હતા. ભોજનનો સમય થતા કાફલો એક જગ્યાએ રોકાયો. રાંધવા માટે સૌએ કામની વહેંચણી કરી લીધી. પયગમ્બરસાહેબે બળતણ ભેગું કરવાનું પોતાના માથે લીધું. સાથીઓએ કહ્યું, ‘આપ એ તકલીફ ન લો. એ કામ અમે કરી લઇશું.
મહંમદસાહેબે બોલ્યા,
પણ હું મારી જાતને તમારા કરતાં ઉંચી નથી માનતો. જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉચ્ચ ગણે છે તેને ખુદા નથી ચાહતા.

******************************

શમ્મે ફરોઝા-૮
ડૉ. મહેબૂબ દેસાઈ

હજરત મહંમદ પયગમ્બરસાહેબની ઉંમર ૬૩ વર્ષની થવા આવી હતી. તેઓ બીમાર રહેતા હતા. તાવને કારણે અશકિત પણ ઘણી લાગતી હતી. આમ છતાં પોતાના બંને પિતરાઇઓ અલી અને ફજલનો ટેકો લઇ તેઓ નિયમિત સાથીઓને મળવા મસ્જિદમાં આવતા, નમાજ પઢતા, તે દિવસે પણ નમાજ પછી તેમણે સાથીઓને કહ્યું,
મારા સાથીઓ, તમારામાંથી કોઇને મેં નુકસાન કર્યું હોય તો તેનો જવાબ આપવા અત્યારે હું મોજૂદ છું. જૉ તમારામાંથી કોઇનું મારી પાસે કશું લેણું હોય તો જે કંઇ આજે મારી પાસે છે તે બધું તમારું છે.
એક સાથીએ યાદ અપાવ્યું,
મેં આપના કહેવાથી એક ગરીબ માણસને ત્રણ દિરહમ આપ્યા હતા.
મહંમદસાહેબે તેને તે જ ક્ષણે ત્રણ દિરહમ આપી દીધા અને કહ્યું,
આપણી લેણદેણ માટે આ જગતમાં શરમાવું સારું છે. જેથી ખુદાને ત્યાં કષ્ટ સહન કરવું ન પડે.
ખુદાના આવા પાક-પ્યારા પયગમ્બરની વફાત મુસ્લિમ ચાંદ ૧૨ રબ્બીઉલ અવ્વલ, ૧૧ હિજરી ૮ જૂન ઇ.સ. ૬૩૨ના રોજ થઇ, પણ નોંધપાત્ર બાબત એ છે કે મહંમદસાહેબનો જન્મ અને વફાત ૧૨ રબ્વીઉલ અવ્વલ અર્થાત્ એક જ મુસ્મિલ તારીખે થયાં હતાં.
 
********************
શમ્મે ફરોઝા-૯
ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)ને તેમના પુત્રી ફાતિમા અંત્યંત પ્રિય હતા. એક દિવસ હઝરત અલી મહંમદ સાહેબ પાસે આવ્યા. અને મસ્તક ઝુકાવી અદબથી વિનતી કરી,
"યા રસુલ્લીલાહ, ખાતુને જન્નત ફાતિમા સાથે નિકાહની દરખાસ્ત લઈને આવ્યો છુ."
આપે હઝરત અલીની આ દરખાસ્ત અંગે પુત્રી ફાતિમાને પૂછ્યું. તેમણે મૌન રહી સંમતિ આપી. અને આમ નિકાહ કરવાનું નક્કી થયું. મહેરમાં આપવા માટે હઝરત અલી પાસે કશું ન હતું. અંતે બદ્રની લડાઈમાં મળેલું બખ્તર હઝરત ઉસ્માનગની (રદી)ને ૪૪૦ દીહરમમાં વેચી રસુલે પાક પાસે મુક્યા.
હઝરત મહંમદ પયગમ્બર સાહેબે પોતાની વહાલસોઈ પુત્રી ફાતેમાને દહેજમાં આપેલ વસ્તુઓ પણ ઇસ્લામમાં દહેજ પ્રથાની અવગણના વ્યક્ત કરે છે.આપે પ્રિય પુત્રી ફાતેમાને દહેજમાં વાણનો એક ખાટલો, એક ચાદર, ચામડાનો એક ગદેલો જેમાં રૂને બદલે ખજૂરની છાલ ભરેલી હતી, લોટ દળવાની બે ઘંટીઓ, પાણી ભરવાની એક મશક અને માટીના બે ઘડા આપ્યા હતા.
ખુદાના પયગમ્બર અને ઇસ્લામના મહાન ઘડવૈયા હઝરત મહંમદ પયગમ્બરે પોતાની વહાલસોઈ પુત્રીને આપેલ દહેજ આજના સંદર્ભમાં દરેક સમાજ માટે ઉપદેશાત્મક નથી લાગતો ?


*************************


શમ્મે ફરોઝા-૧૦
ડૉ. મહેબૂબ દેસાઈ

જંગેબદ્ર (બદ્રના યુદ્ધ)માં પકડાયેલા કેદીઓને શી સજા કરાવી એ અંગે બધા વિચારી રહ્યા હતા. કોઈકે આ અંગે મહંમદ સાહેબને પૂછ્યું,
"યુધ્ધમાં પકડાયેલા કેદીઓને આપણે શી સજા કરીશું ?"
આપે ફરમાવ્યું,
"દરેક ભણેલો કેદી દસ દસ અભણોને લખતા વાંચતા શીખવે એ જ તેની સજા છે. દંડ છે."


**************************

શમ્મે ફરોઝા-૧
ડૉ. મહેબૂબ દેસાઈ
હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબને “વહી” દ્વારા ખુદાઈ પૈગામ મળતો. વહી સમયે આપને ઘણી માનસિક અને શારીરિક તકલીફ પડતી. જયારે કોઈ ખાસ આધ્યાત્મિક મુશ્કેલી કે સમસ્યા ઉત્પન થતી, તેમને કોઈ રસ્તો ન સૂઝતો, ત્યારે તેઓ ખાવા પીવાનું છોડીને શરીર પર ચાદર લપેટી સૂઈ રહેતા. ઈબાદત કરતા અને રડતા. કોઈ કોઈવાર તો કેટલાય દિવસ આમ જ વિતાવતા. તેમનું શરીર વારંવાર કાંપવા લાગતું. અને એ સમયે જે નિર્ણય કે જે શબ્દો આપ મોંમાંથી નીકળતા તેને વહી  અર્થાત ખુદાનો સંદેશ કહેતા.
વહીને કારણે વારંવાર તેમને અસાધારણ પીડા અને બેચેની થતી. તેની અસર હઝરત મહંમદ સાહેબના શરીર, સ્નાયુ અને મગજ પર ઊંડી પડતી. એકવાર તેમની દાઢીમાં ધોળા વાળ જોઇને અબુબક્ર રોવા લાગ્યા. હઝરત મહંમદ સાહેબે તેમને ફરમાવ્યું,
“હા, વહી વખતે મને જે દર્દ થતું, કષ્ટ પડતું, તેના આ બધા પરિણામો છે. સૂરે હુદ, સૂરે અલવાકયા, સૂરે અલકારયા અને તેની સાથેની બીજી સૂરતોએ મારા કેશ ધોળા કરી નાખ્યા છે”
હઝરત મહંમદ પયગમ્બર સાહેબને છેવટનો તાવ આવ્યો. શરીરે તેઓ ખુબ અશક્ત થઇ ગયા હતા. આમ છતાં એક મધરાતે જયારે મદીનાના લોકો ભર ઊંધમાં સૂતા હતા, ત્યારે આપ ફક્ત એક સાથીને  સાથે લઈને શહેર બહાર કબ્રસ્તાનમાં ગયા. અને કબરોની વચ્ચે ધ્યાન મગ્ન અવસ્થામાં લાંબો સમય સુધી બેસી રહ્યા. અંતે ભારે હૈયે તેમણે ફરમાવ્યું,
“હે કબરવાસીઓ, તમને સર્વેને ખુદાતાલા શાંતિ બક્ષે. તમને અને અમને ખુદાતાલા ક્ષમા બક્ષે. એ દિવસે તમે સુખી થાવ જે દિવસે ખુદા તમને ફરીવાર જગાડે. તમે અમારાથી પહેલા ચાલ્યા ગયા છો અને અમે તમારી પાછળ જ આવીએ છીએ.”


*************************

શમ્મે ફરોઝા-૧૨
ડૉ. મહેબૂબ દેસાઈ


હઝરત મહંમદ સાહેબ છેલ્લા દિવસોમાં ઘણા માંદા રહેતા હતા. આપને છેવટનો તાવ આવ્યો. શરીરે તેઓ ઘણા અશક્ત થઇ ગયા હતા. આમ છતાં એ મધરાત્રે જયારે મદીનાના લોકો ભર ઊંઘમાં હતા, ત્યારે આપ ફક્ત એક સાથીને સાથે લઇ શહેર બહાર કબ્રસ્તાનમાં ગયા. અને કબરોની વચ્ચે ધ્યાનમગ્ન અવસ્થામાં લાંબો સમય સુધી બેસી રહ્યા. અંતે ભારે હૈયે તેમણે ફરમાવ્યું,
"હે કબરવાસીઓ, તમને સર્વેને ખુદાતઆલા શાંતિ બક્ષે. તમને અને અમને ખુદાતઆલા ક્ષમા બક્ષે. એ દિવસે તમે સુખી થાવ જે દિવસે ખુદા તમને ફરીવાર જગાડે. તમે અમારાથી પહેલા ચાલ્યા ગયા છો અને અમે તમારી પાછળ જ આવીએ છીએ"


**************************


શમ્મે ફરોઝા-૧૩
ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ સાહેબ ભોજનમાં ક્યારેક ઉંટ કે બકરાનું માંસ લેતા. પરંતુ સામાન્ય રીતે તેમનો ખોરાક ખજુર અને પાણી અથવા જવની રોટી અને પાણી જ હતો. દૂધ અને મધ તેમને પસંદ હતા. પણ તે મોંઘા હોવાને કારણે તેઓ વધુ ન લેતા. એકવાર એક સાથીએ તેમને બદામનો લોટ આપ્યો અને કહ્યું,
"રસુલ્લીલાહ, આપ આવું જ ભોજન લો"
આપે ફરમાવ્યું,
"આ ઉડાઉ લોકોનો ખોરાક છે" એમ કહી તેમણે તે લેવાનો ઇનકાર કરી દીધો. ડુંગળી અને લસણ પ્રત્યે તેમને અણગમો હતો. ડુંગળી અને લસણ નાખેલો કોઈ ખોરાક તેઓ ખાતા નહિ. તેમની આજ્ઞાના હતી કે મસ્જિતમાં ખુદાની ઈબાદત માટે ડુંગળી કે લસણ ખાઈને કોઈએ ન આવવું. હઝરત અબૂ ઐયુબ જણાવે છે,
"એકવાર અમે ડુંગળી અને લસણ નાખી ભોજન બનાવ્યું. અને રસુલેપાકની સેવામાં મોકલ્યું. ભોજન આપે આરોગ્ય વગર પરત કરી દીધું. હું ગભરાઈ ગયો. અને રસુલેપાકની સેવામાં પહોંચી ગયો.અને પૂછ્યું,
"યા રસુલ્લીલાહ, આપે ભોજન લીધા વગર પરત કેમ પરત મોકલ્યું ?"
મહંમદ સાહેબે જણાવ્યું,
"ભોજનમાં ડુંગળી અને લસણની વાસ આવતી હતી. અલ્લાહના ફરિશ્તા રાત દિવસ મારી પાસે આવતા રહે છે. હું તેમની સાથે વાતો કરું છું. ફરિશ્તાઓને ડુંગળી અને લસણની વાસ પસંદ નથી. જેથી મેં ભોજન પરત મોકલી દીધું. પણ તમે ખુશીથી તેને ખાઈ શકો છો"
હઝરત અબૂ ઐયુબે મહંમદ સાહેબની વાત સાંભળી કહ્યું,
"જે વસ્તુ રસુલેપાકને પસંદ ન હોય તેને અમે કેવી રીતે પસંદ કરીએ ? આ બનાવ પછી અમે પણ ડુંગળી અને લસણનો ઉપયોગ ભોજનમાં કરવાનું છોડી દીધું.



********************************

શમ્મે ફરોઝા-૧૪
ડૉ. મહેબૂબ દેસાઈ
હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ ઉત્તર સીરિયાની સરહદેથી દક્ષિણે હિન્દી મહાસાગર સુધી પોતાના રાજ્યનો ફેલાવો કર્યો હતો. આ વિશાલ રાજ્યના જુદાજુદા પ્રાંતોમાં પ્રજાપ્રિય શાસનતંત્ર સ્થાપવા પ્રાંતના હાકેમોની પસંદગી મહંમદ સાહેબ ખુદ કરતા. હાકેમ ઇસ્લામના સિદ્ધાંતો પર વિશ્વાસ રાખી પ્રજાપ્રિય શાસન ચલાવવા કાબેલ છે કે નહિ તેની ચકાસણી પણ મહંમદ સાહેબ કરતા. જબલના પુત્ર મુઆઝને યમન પ્રાંતના હાકેમ તરીકે મોકલવાનો હતો. મહંમદ સાહેબએ મુઆઝને બોલાવ્યો અને પૂછ્યું,
"તારા પ્રાંતના રાજ્યકારભારમાં કઈ વસ્તુને પ્રમાણ માનીને નિર્ણય કરીશ ?"
મુઆઝે જવાબ આપ્યો,
"કુરાને શરીફની આયાતોને"
"પરંતુ કોઈ પ્રસંગને અનુરૂપ આયાત (શ્લોક) કુરાને શરીફમાં ન મળે તો ?" મહંમદ સાહેબે પૂછ્યું.
"ત્યારે હું પયગમ્બરનો દાખલો મારી સમક્ષ રાખીને વર્તીશ"
"પણ જો પયગમ્બરના દાખલામાં પણ એ મુજબની બંધબેસતી આજ્ઞા ન મળે તો ?"
"ત્યારે હું મારી અક્કલ હોશિયારીથી નૈતિક રીતે નિર્ણય કરીશ"
મહંમદ સાહેબ મુઆઝનો જવાબ સાંભળી ખુશ થયા. અને તેને ઉપદેશ આપતા કહ્યું,
"જયારે બે માણસો તારી પાસે ન્યાય માટે આવે ત્યારે બંનેની વાત સારી રીતે સાંભળ્યા વગર કદી ચુકાદો ન આપીશ"



Tuesday, May 24, 2016

યુગ પાલનપુરીની આધ્યાત્મિક ગઝલો : ડૉ. મહેબૂબ દેસાઈ

શૂન્ય પાલનપુરી અને ઓજસ પાલનપુરી જેવા પાલનપુરીના જાણીતા શાયરોએ પોતાની ગઝલો દ્વારા ગુજરાતી સાહિત્યમાં પોતાનું નામ ઘાટા અક્ષરોમાં અંકિત કરેલ છે. ઓજસ પાલનપુરી તો એક માત્ર શેર,

"મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ

આંગળી  જળમાંથી નીકળી અને જગ્યા પૂરી ગઈ"

થી આજે પણ જાણીતા છે. એવા પાલનપુરમાં વસતા એક અન્ય શાયર યુગ પાલનપુરી, પાલનપુર શહેર અંગે લખે છે,

"દિલમાં ખુશ્બુ આંખમાં નૂર

 એ જ અમારું પાલનપુર"

આમ તો યુગ પાલનપુરીનું મૂળ નામ ઈબ્રાહીમ કુરેશી છે. પણ તેમનું તખ્લુસ (ઉપનામ) તેમણે "યુગ પાલનપુરી" રાખ્યું છે. કારણ કે એ તખ્લુસની અંદર જીવે છે એક ધબકતો મઝહબી ઇન્સાન, જેની રચનોઓમાં ખુદાનો ખોફ અને ઇન્સાનિયતની સુગંધ પ્રસરેલી છે. હમણાં તેમનો ગઝલ સંગ્રહ "કુંજગલી" અનાયાસે મારા વાંચવામાં આવ્યો. ભાષાની મીઠાશ અને સરળતા સાથે વિચારોની મૌલિકતા સાચ્ચે જ ગમી જાય તેવા અનુભવ્યા.

 "સુખમાં છું છતાંય પરેશાન થાઉં છું

 સાચે જ સાચ એ ઘડી ઇન્સાન થાઉં છું

 હિન્દુ ન થાઉં ન મુસલમાન થાઉં છું

 બિન્દુ બની ને સિન્ધુનીય શાન થાઉં છું"

સિંધુ સંસ્કૃતિ એ ભારતની સંસ્કૃતિના મૂળમાં પડેલી છે. તેની શાનને વાચા આપનાર આ નાનકડો શાયર ખુદાના ફરિશ્તાઓની ઉંચાઈઓ અને ગહેરાઈઓથી પણ વાકેફ છે.

"છળ કપટથી દ્વેષથી જે દૂર થઇ ગયા

કોણે કહ્યું  કે એ જ બધા નૂર થઇ ગયા

સહેલું નથી ઓ દોસ્ત મકબુલ થઇ જવું

બાકી ઘણાંએ માણસો મશહુર થઇ ગયા"

મશહૂર થવું અલગ વાત છે. અને મકબુલ થવું અલગ વાત છે. મકબુલ એટલે ખુદાનો એવો બંદો જે ખુદાને પ્રિય હોય અને જેની દુવા ખુદા કબુલ કરતા હોય.એટલે માત્ર છળ કપટ કે દ્વેષથી દૂર રહેનાર માનવી જ ખુદાના પ્યારા બંદા નથી બની શકતા. એ માટે તો એથી પણ વિશેષ પવિત્રતા, ઈબાદત અને નિસ્પૃહિતા જરૂરી છે. એકાગ્ર ઈબાદત જરૂરી છે. અને એટલે જ યુગ પાલનપુરી લખે છે,

"સાફ દિલ રાખ તું ખુદા માટે

 કર દુવા તું પછી બધા માટે

રંગ ને રાગ બે ઘડીના છે,

એ નકામા છે આપણા માટે"  

રંગ અને રાગ અર્થાત દુનિયાની માયા અને મોહ ખુદાના બંદા માટે સાવ નકામા છે. કારણ કે તે તો માત્ર બે ઘડીના જ છે. છેલ્લા મુગલ સમ્રાટ અને મશહુર શાયર બહાદુર શાહ "ઝફર"નો આવો જ એક શેર ખુબ જાણીતો છે.

"ઉમ્રે દરાજ માંગકર લાયે થે ચાર દિન

 દો આરઝુ મેં કટ ગયે દો ઇન્તઝાર મેં"

ઇસ્લામમાં નમાઝને ઈબાદતનું ઉત્તમ માધ્યમ  માનવામાં આવે છે. પણ નમાઝ પઢતા પૂર્વે દરેક મુસ્લિમેં સાચા નમાઝી થવું જરૂરી છે. યુગ પાલનપુરી એ અંગે શાયર લખે છે,

"સાચા નમાઝી માણસ ક્યાં છે

 પ્રેમ પ્રકાશિત ફાનસ કયા છે

 સંત કબીર તુલસી મીરા,

 કલયુગના એ યાચક ક્યાં છે

 જેના થકી હું માનવ થાઉં

 એ સદગુણોની કાનસ ક્યાં છે"

સાચા નામાંઝીનો સૌથી  મોટો ગુણ અને લક્ષણ સૌ પ્રથમ સાચો અને સારો ઇન્સાન થવાનો છે. તે ભલાઈને પ્રાધાન્ય આપે છે. અને પોતાના દુશ્મનનું પણ બૂરું નથી ઇચ્છતો. "કર ભલા હો ભલા  અંત ભલે કા ભલા" એ ઉક્તિને સાકાર કરતા પોતાના એક શેરમાં શાયર કહે છે, 

 "આગ પાણીમાં લગાવીને તું વિખવાદ ન કર

 કર ભલું કોઈનું પણ કોઈને બરબાદ ન કર"

આવો સારો ઇન્સાન જ સાચો નમાઝી થઇ શકે. અને આવા નમાઝીનો ખુદા સાથે એકાકાર થાય એ પળની કલ્પના કરતા યુગ પાલનપુરી કહે છે,

"આંખ અલ્લાહથી મળી ગઈ છે.

 વેદનાઓ બધી ટળી ગઈ છે

 જ્યાં દુવા માંગીએ ખુદા નામે

 આશ દિલની બધી ફળી ગઈ છે"

અને જેની આંખ ખુદા સાથે મળી જાય છે, તેના દીલોમાંથી ધર્મના ભેદોની દીવાલો આપો આપ ઓગળી જાય છે.

"હૈયામાં જેના  હરઘડી બેઠેલા રામ છે

 એના દિલે તો પ્રેમ છે, રાધે છે શ્યામ છે

 ભૂલી શકું કઈ રીતે રસખાનનું નામ

 મુસ્લિમ હતો છતાંયે દિલે કૃષ્ણનામ છે

 સળગે છે શાને હોળીઓ આપસમાં પ્રેમની

 ઉંચા હર એક ધર્મના અહિયા મુકામ છે

 ઈર્ષાનો છોડ વાવતા પહેલા વિચાર કર,

 એ તો કોઈ આ દેશના દુશ્મનનું કામ છે"


આવા શાનદાર શાયર યુગ પાલનપુરીને તેમના વિચારોની ઊંચાઈ અને સરળતા માટે સલામ.

 

 

 

Tuesday, May 26, 2015

हरिवंशराय बच्चन की अच्छी पंक्तियाँ


“जब मुझे यकीन है के भगवान मेरे
साथ है।
तो इस से कोई फर्क नहीं पड़ता के...
कौन कौन
मेरे खिलाफ है।।”
+
तजुर्बे ने एक बात सिखाई है…
एक नया दर्द ही…
पुराने दर्द की दवाई है…!
+
हंसने की इच्छा ना हो…
तो भी हसना पड़ता है…
कोई जब पूछे कैसे हो…??
तो मजे में हूँ कहना पड़ता है
+
ये ज़िन्दगी का रंगमंच है दोस्तों….
यहाँ हर एक को नाटक करना
पड़ता है.
“माचिस की ज़रूरत
यहाँ नहीं पड़ती..
यहाँ आदमी आदमी से जलता है…!
+
जल जाते हैं मेरे अंदाज़ से मेरे दुश्मन
क्यूंकि एक मुद्दत से मैंने न मोहब्बत
बदली और न दोस्त बदले .!!.
+
एक घड़ी ख़रीदकर हाथ मे
क्या बाँध ली..
वक़्त पीछे ही पड़ गया मेरे..!!
+
सोचा था घर बना कर बैठुंगा सुकून
से..
पर घर की ज़रूरतों ने मुसाफ़िर
बना डाला !!!
+
सुकून की बात मत कर ऐ ग़ालिब….
बचपन वाला ‘इतवार’ अब नहीं
आता |
+
जीवन की भाग-दौड़ में –
क्यूँ वक़्त के साथ रंगत खो जाती
है ?
हँसती-
खेलती ज़िन्दगी भी आम
हो जाती है..
+
एक सवेरा था जब हँस कर उठते थे
हम
और
आज कई बार
बिना मुस्कुराये ही शाम हो जाती
है..
+
कितने दूर निकल गए,
रिश्तो को निभाते निभाते..
खुद को खो दिया हमने,
अपनों को पाते पाते..
+
लोग कहते है हम मुस्कुराते बहोत है,
और हम थक गए दर्द छुपाते छुपाते..
+
“खुश हूँ और सबको खुश रखता हूँ,
लापरवाह हूँ फिर भी सबकी
परवाह
करता हूँ..
+
चाहता तो हु की ये दुनिया बदल
दूं ….
पर दो वक़्त की रोटी के जुगाड़ में
फुर्सत नहीं मिलती दोस्तों
+
यूं ही हम दिल को साफ़ रखा करते
थे
पता नही था की,
‘कीमत
चेहरों की होती है!!’
+
“दो बातें इंसान को अपनों से दूर
कर देती हैं,
एक उसका ‘अहम’ और दूसरा उसका
‘वहम’
+
” पैसे से सुख
कभी खरीदा नहीं जाता और
दुःख का कोई खरीदार नहीं
होता।”
+
किसी की गलतियों को बेनक़ाब ना
कर,
‘ईश्वर’ बैठा है, तू हिसाब ना
कर….

Tuesday, April 14, 2015

મિર્ઝા ગાલીબની બે ગઝલો


દેલે  નાદા તુઝે હુવા ક્યાં હૈ

આખીર ઇસ દર્દ કી દવા કયા હૈ

હમકો ઉનસે વફા કી હૈ ઉમ્મીદ

જો નહિ જાનતે વફા ક્યાં હૈ

હંમે હૈ મુશ્તાક ઔર વો બેઝાર

યા ઇલાહી એ માજરા ક્યાં હૈ

જબ કી તુઝ બિન નહિ કોઈ મૌઝુદ

ફિર એ હંગામા એ ખુદા ક્યાં હૈ

જાન તુમ પર નિસાર કરતા હું

મેં નહિ જાનતા દુવા કયા હૈ 

 

 

બના હૈ શાહ કા મુસાહીબ, ફિરે હૈ ઇતરાતા

વરના શહર મેં ગાલીબ કી આબરુ કયા હૈ

હરેક બાત પર કહેતે હો તુમ કી તું કયા હૈ

તુમ હી કહો એ અંદાજે ગુફ્તગુ કયા હૈ

રગો મેં દૌડતે ફિરને કે હમ નહિ કાયલ

જબા હી સે ન ટપકા તો ફિર લહું ક્યાં હૈ

ચિપક રહા હૈ બદન પર લહું સે પૈરાહન

હમારી જેબ કો અબ હાજતે રફુ ક્યાં હૈ